કચ્છમાં પ્રથમ કેન્સર હોસ્પિસ્ અને ડાયાલીસીસ સેન્ટર
સમગ્ર કચ્છની જનતા માટે જન કલ્યાણ મેડિકલ સોસાયટી એ મેડિકલ ક્ષેત્ર એક વિશિષ્ટ સુવિધા ઉપલબ્ધ કરાવી છે, તેમજ ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરી સમગ્ર ગુજરાતમાં કેન્સર માટે ત્રીજું અને હોસ્પિટલ માટે બીજું કેન્દ્ર ઊભું કરી લોકોને મદદ કરવાની બાથ ભીડી છે.
કચ્છમાં સૌપ્રથમવાર કેન્સર શિક્ષણ, વહેલું નિદાન અને કેન્સરનાં દર્દીઓને આર્થિક સહાય આપવાનું કામ કરી રહી છે. આ સંસ્થાએ તા. 15 ફેબ્રુઆરી, 2009 ના રોજ ગુજરાત વિધાનસભાનાં અધ્યયક્ષ માનનીય શ્રી અશોકભાઇ ભટ્ટના વરદ્ હસ્તે કેન્સર રીસર્ચ, હોસ્પિસ્ અને ડાયાલીસીસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું.
સંસ્થા પાસે ડિજીટલ એક્ષ-રે મશીન, સોનોગ્રાફી, મેમોગ્રાફી, એન્ડોસ્કોપી રૂમ અને લેબોરેટરીના સાધનો ઉપલબ્ધ છે. તેમજ ઇમર્જન્સિ રૂમ, IPD/OPD, લેબોરેટરી, આઈ. સી. યુ. (ICU), વેન્ટિલેટર, ડાયાલીસીસ માશીન, ઓપરેશન થેટર (O.T.), ફીઝીયો થેરાપી સેંટર, ડેન્ટલ ક્લિનિક, મેડીકલ સ્ટોર તથા 24 કલાક સેવા માટે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે.
અમારી અધ્યતન સુવિધાઓ
Digital X-Ray Room
આપણી હોસ્પિટલમાં અત્યાધુનિક ડિજિટલ એક્સ-રે મશીન છે, જે ઝડપી અને ચોક્કસ ડાયગ્નોસ્ટિક ઇમેજિંગની ખાતરી આપે છે.
Dialysis Center
આપણાં ડાયાલિસિસ સેન્ટર દ્વારા ઉચ્ચતમ કીડની સંભાળ કરીએ છીએ. સેન્ટરની નિષ્ણાત ટીમ દ્વારા ડાયાલિસિસ સત્ર દરમિયાન તમારા આરામ અને સુખાકારી બક્ષે છે.
Physiotheraphy Center
આપણાં ફિઝિયોથેરાપી સેન્ટરમાં ક્લાસ 3 લેસર થેરાપી અને પેરાફિન વેક્સ બાથ સહિતની અદ્યતન સારવાર આપવામાં આવે છે.
Dental Clinic
ડેન્ટલ ક્લિનિકમાં આપણાં ડેન્ટલ ડોક્ટરની પ્રોફેશનલ કુશળતા સાથે આપનાં મુખ તેમજ સ્વાથ્યની જાણવણી કરવામાં આવે છે.
IPD/OPD
દર્દીની તબીબી જરૂરિયાત અનુસાર ઈનપેશન્ટ (IPD) અને બહારના (OPD) દર્દીઓ સેવાનો લાભ લ્યો.
ICU
આપણાં ICUમાં અદ્યતન વેન્ટીલટર, પૉર્ટેબલ એક્સ-રે, બાય-પેપ તેમજ ડાયાલિસિસ સુવિધાઓથી સજ્જ છે. અહીં ક્રીટીકલ કેરમાં અનુભવી ડોક્ટર તેમજ નર્સિંગ મારફતે 24×7 વિશિષ્ટ સંભાળ રાખવામાં આવે છે.
OT (Operation Theatre)
અદ્યતન ઓપરેશન થીયેટરમાં લેપ્રોસ્કોપી મશીન દ્વારા તમામ જાતના ઓપરેશન રાહતદરે કરવામાં આવે છે. તેમજ હોરીઝોન્ટલ ઓટોક્લેવની સુવિધા ઉપલબ્ધ છે.
Medical Store
અમારા દર્દીઓ માટે આવશ્યક આરોગ્યસંભાળને વધુ સુલભ બનાવવા અમારા ઇન-હાઉસ મેડિકલ સ્ટોર પર દરેક દવાઓ 50% રાહતદરે આપવામાં આવે છે.
Regular (નિયમિત) OPD Doctors
ડૉ. નૈનેશ શાહ
MD Physician
Blood Pressure,
Heart Sonography, Thyroid, Brain, Kidney, Stomach & Blood Diesease, Rheumatologist
ડૉ. શ્યામ ત્રિવેદી
M.B.B.S. M.S., Surgeon
(Laproscopy & General Surgeon)
ડૉ. જયેશ મકવાણા
BAMS
(Medical Officer)
ડૉ. શિવમ કોટક
DNB
(Radiologist)
Sonography & X-Ray
ડૉ. જીનલ આથા
Master in Physiotheraphy in Neurology
Visiting Doctors
મેડીકલ કેમ્પ
સમગ્ર કચ્છમાં કેન્સર જાગૃતિ, શિક્ષણ શિબિરોનું આયોજન, તેનું વહેલું નિદાન, વ્યસનમુક્તિ, એઇડ્સ જાગૃતિ અભિયાન સાથે ખાસ કરીને પુરુષોમાં મુખનું કેન્સર, પ્રોસ્ટેટનું કેન્સર તેમજ મહિલાઓમાં સ્તનની જાત તપાસ, ગર્ભાશયના મુખના કેન્સરનાં વહેલા નિદાન માટે પેપસ્મીઅર, હીમોગ્લોબીન ચકાસણી જેવા કાર્યક્રમો સંસ્થા દ્વારા નિયમિત રીતે કાર્યરત છે.
એક પગલું માનવ સેવા તરફ...
અમને શ્રદ્ધા છે કે આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવીને કેન્સર અને કિડની ફેલિયોર દર્દીઓને જીવનદાન આપી આપણા ઉપરોક્ત સેવાકાર્યમાં લક્ષ્મીરૂપી દીવેલ પૂરી સેવાદીપને જલતો રાખવા માટે "પ્રેરણાસ્ત્રોત" બની રહેશો એજ પ્રાર્થના.
Address
Mandvi-Bhuj Highway, NH No. 8-A Ext., Post Maska, Tal. Mandvi-Kutch.
Call Us
Tel: 02834-224108
Mo. : +91 79900 99010
Email Us
jkms1993@gmail.com