About us
કચ્છમાં પ્રથમ કેન્સર હોસ્પિસ્ અને ડાયાલીસીસ સેન્ટર
સમગ્ર કચ્છની જનતા માટે જન કલ્યાણ મેડિકલ સોસાયટી એ મેડિકલ ક્ષેત્રે એક વિશિષ્ટ સુવિધા ઉપલબ્ધ કરાવી છે, તેમજ ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરી સમગ્ર ગુજરાતમાં કેન્સર માટે ત્રીજું અને હોસ્પિટલ માટે બીજું કેન્દ્ર ઊભું કરી લોકોને મદદ કરવાની બાથ ભીડી છે.
એની જ સાથે સમગ્ર કચ્છમાં કેન્સર જાગૃતિ, શિક્ષણ શિબિરોનું આયોજન કેન્સરનું વહેલું નિદાન, વ્યસન મુક્તિ અભિયાન સાથે ખાસ પુરુષોમાં મુખનું કેન્સર, પ્રોસ્ટેટનું કેન્સર તેમજ મહિલાઓમાં સ્તનની જાત તપાસ, ગર્ભાશયના મુખના કેન્સરના વેલા નિદાન માટે બીજા કાર્યક્રમો અને હિમોગ્લોબિન ની ચકાસણી જેવા કાર્યક્રમો નિયમિત રીતે સંસ્થા દ્વારા કાર્યરત છે…
કેન્સર થતાં અટકાવવા લડવું પડશે!
ભારત સરકારના આંકડા મુજબ ભારતમાં ૩૦૦ થી વધારે કેન્સર કેન્દ્રો છે, પરંતું તેમાં ૪૦% કેન્દ્રોમાં પૂરતા સાધનો નથી. ૨૦૨૦ સુધીમાં ૬૦૦ વધારે કેન્દ્રો ભારત સરકારે શરૂ કરવાની જરૂર છે. દર લાખની વસ્તીએ ખરેખર એક કેન્સર કેન્દ્રની જરૂરીયાત છે. આવા સંજોગોમાં દાતાઓના સહકારથી કેન્સર કેન્દ્રો શરૂ કરવાની જરૂર છે.
૫૦% કેન્સર માટે જયારે તમાકું જવાબદાર છે, ત્યારે ગુટખાં પર પ્રતિબંધ કે જાહેરમાં ધુમપાન ન કરવાના કાયદાથી કોઇ ફરક નહિં પડે. તમાકુંની ખેતી પર પ્રતિબંધ મૂકવામાં આવશે ત્યારે જ કેન્સરનું પ્રમાણ ઘટાડી શકીશ.
વિશ્વ કેન્સર દિવસ ૪ થી ફેબ્રુઆરી એ નકકી કરવામાં આવ્યો છે. 2024નું સ્લોગન છે “TOGETHER, WE CHALLENGE THOSE IN POWER” આપણે સૌ સાથે મળી, કેન્સરને કેન્સલ કરવા ચેલેંજ આપીએ. જનકલ્યાણ મેડીકલ સોસાયટી ૧૯૯૩ થી કેન્સર જન જાગૃતિ માટે લોકોને કેન્સર શિક્ષણ, કેન્સર કેમ અટકાવી શકાય તથા વહેલું નિદાન કેમ થાય તે માટે ખૂબ જ સક્રિય છે. કચ્છની ૨૧ લાખની વસ્તીમાં માંડવીમાં એક માત્ર કેન્સર નિદાન કેન્દ્રની વ્યવસ્થા હોવાથી વધુને વધુ લોકો કેન્સર માટે સ્ક્રીનીંગ કરાવે તે તેમના હિતમાં છે.
- ડો. મધુકર કે. રાણા
સ્થાપક પ્રમુખ, જનકલ્યાણ મેડિકલ સોસાયટી, માંડવી.
Why Choose Us?
સંસ્થા પાસે ડિજીટલ એક્સ-રે મશીન, સોનોગ્રાફી, મેમોગ્રાફી, એન્ડોસ્કોપો, લેપ્રોસ્કોપી, C-ARM મશીન ઉપલબ્ધ છે. ઇમર્જન્સિ રૂમ, IPD/OPD, લેબોરેટરી, આઈ. સી. યુ. (ICU), ડાયાલીસીસ મશીન, ઓપરેશન થીએટર (O.T.), ફીઝીયો થેરાપી સેંટર, ડેન્ટલ ક્લિનિક, મેડીકલ સ્ટોર તથા 24 કલાક સેવા માટે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે.
અદ્યતન સુવિધાઓ
અદ્યતન સાધનો સાથેની તબીબી સુવિધાઓ
નિષ્ણાંત ડોકટરો
ફૂલ ટાઈમ, પાર્ટ ટાઈમ અને વિઝિટિંગ ડોકટરોની ટીમ
કેન્સર સ્પેશિયાલિટી
કેન્સરનાં દર્દીઓ માટે નિદાન તેમજ સારવાર
હોસ્પિસ્ સેન્ટર
કેન્સરના છેલ્લા તબક્કાના દર્દીઓ માટે સારવાર
રાહતદરે સેવાઓ
તમામ સેવાઓ રાહતદરે ઉપલબ્ધ
Regular (નિયમિત) OPD Doctors
ડૉ. નૈનેશ શાહ
MD Physician
Blood Pressure,
Heart Sonography, Thyroid, Brain, Kidney, Stomach & Blood Diesease, Rheumatologist
ડૉ. શ્યામ ત્રિવેદી
M.B.B.S. M.S., Surgeon
(Laproscopy & General Surgeon)
ડૉ. જયેશ મકવાણા
BAMS
(Medical Officer)
ડૉ. શિવમ કોટક
DNB
(Radiologist)
Sonography & X-Ray
ડૉ. જીનલ આથા
Master in Physiotheraphy in Neurology
એક પગલું માનવ સેવા તરફ...
અમને શ્રદ્ધા છે કે આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવીને કેન્સર અને કિડની ફેલિયોરના દર્દીઓને જીવનદાન આપી આપણા ઉપરોક્ત સેવાકાર્યમાં લક્ષ્મીરૂપી દીવેલ પૂરી સેવાદીપને જલતો રાખવા માટે "પ્રેરણાસ્ત્રોત" બની રહેશો એજ પ્રાર્થના.
Address
Mandvi-Bhuj Highway, NH No. 8-A Ext., Post Maska, Tal. Mandvi-Kutch.
Call Us
Tel: 02834-224108 Mo. : +91 79900 99010
Email Us
jkms1993@gmail.com