Cancer
કેન્સરના ભયસૂચક ચિહ્નો
- પેશાબ અને આંતરડાની કુદરતી હાજતમાં ફેરફાર
- ચાંદુ જે ૭ દિવસમાં રૂઝાય નહિં. શરીરમાં કોઈ પણ જગ્યાએથી લોહી પડવું.
- સ્તન કે ટેસ્ટીસમાં ગાંઠ કે જાડી ચામડી અથવા શરીરમાં કોઇ પણ જગ્યાએ ગાંઠ
- અપચો કે ખોરાક ગળવામાં તકલીફ
- મસાના રંગ, કદ કે જાડાઈમાં ફેરફાર
- ન મટે તેવી ઉઘરસ કે અવાજ બેસી જવો
- સતત માથાનો દુઃખાવો
- વજન કે ભૂખ ઘટવાનું કારણ જે સમજી ન શકાય
- સતત થાક, ઉબકો, ઉલ્ટી
- હાડકામાં કે શરીરમાં કોઈ પણ જગ્યાએ દુઃખાવો ન મટે
- સતત તાવ રહે વારંવાર ઇન્ફેક્શન થાય.
ગાલના અંદરના ભાગમાં ન રૂજાતુ ચાંદુ
પગની પેનીમાં ન રૂજાતુ ચાંદુ
સ્તનની ગાંઠ
જીભમાં ન રૂજાતુ ચાંદુ
અન્નનળીની ગાંઠ
મસો
આંતરડાના કેન્સરના ચિહનો
" કેન્સર અને હ્રદયરોગથી બચવા બસ આટલું કરો "
૧. તમાકુના ધુમાડામાંથી ૪૦૦૦ પદાર્થો શોધી કાઢવામાં આવ્યા છે.
૨. ૮% પદાર્થો કેન્સર કરે તેવા હોય છે. આ પદાર્થોમાં નિકોટીન, કાર્બન મોનોકસાઇડ, હાઇડ્રોજન સાઈનાઇડ, બેન્ઝીન, ફિનોલ વગેરે હોય છે.
૩. શરીરમાં થતાં કેન્સરમાં ૩૩% કેન્સર તમાકુથી થાય છે.
૪. તમાકુનું ધુમ્રપાન કરવાથી, પાન સાથે ચાવવાથી, ચુના સાથે ખાવાથી, તમાકુ બજરના રૂપમાં સૂંઘવાથી કે પેઢામાં તમાકુની માલિશ કરવાથી કેન્સર થાય છે.
૫. તમાકુથી વધુમાં વધુ મોં તથા ગળાનું કેન્સર, સ્વરપેટીનું કેન્સર, અન્નનળીનું કેન્સર અને ફેફસાંનું કેન્સર થાય છે.
૬. તમાકુથી પેશાબની કોથળીનું કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર અને પુરૂષ જનનેન્દ્રિયનું કેન્સર, કીડનીનું કેન્સર પણ થાય છે. ૩૦ વર્ષનો યુવાન જે ૧૫ સિગારેટ રોજ પીએ છે તેની જિંદગી સાડા પાંચ વર્ષ ટૂંકી થાય છે.
૭. તમાકુથી દર વર્ષે બે લાખ લોકોને કેન્સર થાય છે.
૮. તમાકુથી દર વર્ષે દસ લાખ લોકો મૃત્યુ પામે છે.
૯. ગર્ભવતી સ્ત્રીઓમાં ધુમ્રપાનને કારણે ૧૭%ને મૃત બાળકો જન્મે છે અને ૧૨% જન્મ પછી ટૂંક સમયમાં મૃત્યુ પામે છે.
૧૦. તમાકુથી બે કરોડ લોકોને:
(અ) હૃદય અને લોહીની ધમનીના દર્દો જેવા કે ૧) હાર્ટ એટેક ૨) લકવો. ૩) ગેંગ્રીન થાય છે.
(બ) ફેફસાંના દર્દો જેવા કે ૧) ફેફસાં ફૂલી જવા ૨) શ્વાસનળીમાં રૂકાવટ ૩) ફેફસાંમાં સોજો
આ બધાને કારણે ઉધરસ અને શ્વાસની તકલીફ થાય છે.
૧૧. ધુમ્રપાન કરનારાઓને તો કેન્સર થાય છે પણ ધુમાડાની અસરથી ઘરની સ્ત્રી અને બાળકો તથા સંપર્કમાં આવતાં તમામ લોકો જે ધુમ્રપાન નથી કરતાં છતાં પણ તેમને પણ કેન્સર થાય છે.
એક પગલું માનવ સેવા તરફ...
અમને શ્રદ્ધા છે કે આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવીને કેન્સર અને કિડની ફેલિયોર દર્દીઓને જીવનદાન આપી આપણા ઉપરોક્ત સેવાકાર્યમાં લક્ષ્મીરૂપી દીવેલ પૂરી સેવાદીપને જલતો રાખવા માટે "પ્રેરણાસ્ત્રોત" બની રહેશો એજ પ્રાર્થના.
Address
Mandvi-Bhuj Highway, NH No. 8-A Ext., Post Maska, Tal. Mandvi-Kutch.
Call Us
Tel: 02834-224108
Mo. : +91 79900 99010
Email Us
jkms1993@gmail.com