Mission Vision

OUR AIM

૧૯૯૩માં સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી તેનો મૂળભૂત હેતુ કેન્સરનું નિદાન, સારવાર જનજાગૃતિ તેમજ, શિક્ષણ, આર્થિક સહાય એ સંસ્થાનો મુખ્ય હેતુ છે. કેન્સરના છેલ્લા સ્ટેજની પીડાથી કણસતા તેમજ અસહ્ય વેદના જીલતા લાચાર અવસ્થામાં કે જયાં તેમના માટે કેન્સરની કોઈ દવા લાગુ પડતી નથી. આવા અંતિમ તબક્કામાં દર્દીઓને સાંત્વના, સંવેદના અને સહાનુભૂતિનો સહારો આપી મૃત્યુ સુધી પીડામુક્ત જીવન આપવાના સારવાર એટલે કે “હોસ્પિસ્’’ સેન્ટર દ્વારા મદદરૂપ બનવાનો એક નમ્ર પ્રયાસ આપણી આ સેવાલક્ષી સંસ્થા દ્વારા થઈ રહ્યો છે.

MISSION

સંસ્થામાં હાલનાં ચેરમેન શ્રી કિરણભાઈ વાડીલાલ સંઘવી એવી ઈચ્છા અને ભાવના ધરાવે છે કે સંસ્થામાં આવનાર તમામ દર્દીઓને દવાઓ 50% રાહતદરે કાયમી ધોરણે ઉપલબ્ધ બને. સંસ્થા દ્વારા મેડિકલની તમામ પ્રકારની સેવાઓ પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના (PMJAY) હેઠળ પ્રાપ્ત થાય. ભવિષ્યમાં સી. ટી સ્કેન, એમ. આર. આઈ તેમજ રેડીયેશન સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું ધ્યેય છે. તેમજ ફૂલ્લી એડવાન્સ ડાયગ્નોસ્ટિક સેન્ટર બનાવવાની પણ પ્રબળ ઈચ્છા છે. કેન્સરનું વહેલું નિદાન અને તેની જાગૃતિ માટે સતત સંસ્થા પ્રયત્નશીલ છે.

VISION

સંસ્થા મેડિકલ ક્ષેત્રની તમામ સુવિધાઓ ભવિષ્યમાં રાહત દરે ઉપલબ્ધ કરાવવાની દ્રષ્ટિ સેવે છે. શક્ય હોય તેટલા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સુવિધા આ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તેમાં ઊતરોતર વધારો થશે જેથી માંડવી તેમજ નજીકનાં તાલુકાનાં ગામોને સારા ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ બની શકશે. યોગ્ય દાતા ઉપલબ્ધ બને તો આપણાં પ્રાચીન ઋષિમુનિઓ તેમજ આયુવેર્દાચાર્ય દ્વારા માનવને દેશી ઉપચારથી સાજા કરવાની આયુર્વેદિક સુવિધાઓ પણ સંસ્થા ઉપલબ્ધ કરાવવા ઈચ્છા ધરાવે છે.

એક પગલું માનવ સેવા તરફ...

અમને શ્રદ્ધા છે કે આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવીને કેન્સર અને કિડની ફેલિયોર દર્દીઓને જીવનદાન આપી આપણા ઉપરોક્ત સેવાકાર્યમાં લક્ષ્મીરૂપી દીવેલ પૂરી સેવાદીપને જલતો રાખવા માટે "પ્રેરણાસ્ત્રોત" બની રહેશો એજ પ્રાર્થના.

Address

Mandvi-Bhuj Highway, NH No. 8-A Ext., Post Maska, Tal. Mandvi-Kutch.

Call Us

Tel: 02834-224108
Mo. : +91 79900 99010

Email Us

jkms1993@gmail.com

Scroll to Top